Publisher Theme
I’m a gamer, always have been.

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી નિકળેલી BSF જવાનોની સાયકલ યાત્રાનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત કરાયું

0 27

જમ્મુ-કાશ્મીરથી દાંડી જતી સાયકલ યાત્રાને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતેથી ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું

(માહિતી બ્યુરો, પાલનપુર)
દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડીયા મુવમેન્ટને વેગ આપવા બી.એસ.એફ. જવાનો દ્વારા દેશભરમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર સીમા ચોકી ઓક્ટ્રોયથી તા.૧૫ ઓગષ્ટ-૨૦૨૧ના રોજ ગુજરાતના દાંડી જવા રવાના થયેલી સાયકલ યાત્રાનું તા. ૨૧ ઓગષ્ટ-૨૦૨૧ના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ થતાં દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરથી દાંડી જતી બી.એસ.એફ. જવાનોની આ સાયકલ યાત્રાને આજે વહેલી સવારે-૭.૦૦ વાગે દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતેથી ૯૩ બટાલીયનના કમાન્ડન્ટશ્રી દલબીરસિંહ અહલાવત અને ૧૦૯ બટાલીયનના કમાન્ડન્ટશ્રી એ. કે. તિવારી અને સીમા સુરક્ષા દળના અન્ય જવાનોએ ફ્લેગ ઓફ કરી આગળ જવા પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ આ સાયકલ રેલી સિધ્ધપુર પહોંચતા ત્યાં પણ સ્થાનિક લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરથી નિકળેલી આ સાયકલ યાત્રા આગામી તા. ૨ ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મદિવસે દાંડી પહોંચશે. તેમ બી.એસ.એફ.ના ઓફિસરશ્રી રાજીવકુમારે જણાવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.