Publisher Theme
I’m a gamer, always have been.

હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલા ને લઇને ધારાસભ્ય એ એસ પી અને કલેકટર ને રજુઆત કરી.

0 180

અલ્પેશ શ્રીમાળી પાટણ

હારીજ ખાતે પત્રકાર પર પોલીસ દ્વારા કરાયેલા જીવલેણ હુમલા ના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા છે તેમજ ગુજરાત રાજ્ય ના‌ કેટલાંય જીલ્લા માં પત્રકારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ જીલ્લા ના તમામ સંગઠનો દ્વારા જીલ્લા પોલીસ વડા તથા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ચાણસ્મા વિધાનસભા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોર દ્વારા પણ પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેકટરને રજૂઆત કરી પત્રકાર ને ન્યાય મળે તેમ જણાવાયું હતું
ચાણસ્મા વિધાનસભા ના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર દ્વારા પાટણ જીલ્લા પોલીસ વડા તથા કલેકટરને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મી ઘણા લાંબા સમયથી હારીજ ખાતે ફરજ બજાવે છે તેમજ ખુબ જ માથાભારે હોવાથી કોઈએ તેની સામે ફરીયાદ કરતું નથી ત્યારે આ પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરી પત્રકાર ને ન્યાય મળે તે માટે ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર દ્વારા રજુઆત કરી હતી.

Leave A Reply

Your email address will not be published.