Publisher Theme
I’m a gamer, always have been.

પંચમહાલ લોકસભા બેઠકની મતગણતરીને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

0 28

પંચમહાલ લોકસભા બેઠકની મતગણતરી 4 જુન ના રોજ નસિરપુર કોલેજ ખાતે થનાર હોવા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ હોવાનું ચૂંટણી અધિકારી આશિષ કુમારે જણાવ્યું હતું. મતગણતરીના 155 રાઉન્ડ હોવા સાથે સવારે આઠ વાગ્યાથી evm મશીન અને બેલેટ પેપર બન્ને ની એક સાથે મત ગણતરીની શરૂઆત કરવામાં આવશે અને ત્રણ વાગ્યા સુધીમાં મતગણતરી પૂરી થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે.11,16,171ઇવીએમ ના મતો અને 15,972 પોસ્ટલ બેલેટના મતો ની ગણતરી કરાશે…

વી. ઓ..પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણી 7 મેના રોજ યોજાઇ હતી જેની મતગણતરી મંગળવારના ને 4 જુન ના રોજ નસીરપુર ઇજનેરી કોલેજ ખાતે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે શરૂ થનાર છે. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી આશિષકુમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી.કે.ડામોર તેમજ નાયબ માહિતી નિયામક પારૂલ મણીયાર ની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી,જેમાં ચૂંટણી અધિકારી આશિષકુમારએ જણાવ્યું હતું કે મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.ઇવીએમ મશીન તેમજ પોસ્ટલ બેલેટ થી બંનેની મતગણતરી 8:00 વાગ્યાથી ચાલુ થઈ જશે અને કોઈપણ પ્રકારના ઇસ્યુ વગર મતગણતરી પૂર્ણ થાય એ માટેનું આયોજન કરાયું છે.એક વિધાનસભા મત વિસ્‍તાર દીઠ ૧૪ ટેબલ એમ કુલ સાત વિધાનસભાના મળી કુલ ૯૮ ટેબલ ઈ.વી.એમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગથી ૩૭ ટેબલ પર મતગણતરી હાથ ધરાશે.૧૮-પંચમહાલ લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના થનાર રાઉન્‍ડની વિગતો અંગે જણાવ્યું કે,૧૧૯- ઠાસરા વિધાનસભા માટે ૨૨ રાઉન્‍ડ, ૧૨૧-બાલાસિનોર માટે ૨૪ રાઉન્‍ડ, ૧૨૨ લુણાવાડા માટે ૨૬ રાઉન્‍ડ, ૧૨૪ શહેરાના ૨૧ રાઉન્‍ડ, ૧૨૫ મોરવા હડફના ૧૮ રાઉન્‍ડ, ૧૨૬ ગોધરાના ૨૧ રાઉન્‍ડ અને ૧૨૭ કાલોલના ૨૩ રાઉન્‍ડ મળીને કુલ ૧૫૫ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવનાર છે. તેમજ પોલીસ ના ઉચ્ચ અધિકારી સહિતનો 350 વધુ સ્ટાફ અને મતગણતરી માટે 540સ્ટાફ ફરજ બજાવશે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થાય એ માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.
હાલ તો ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જીતના દાવા કરી રહ્યા હોય પરંતુ આ લોકસભા બેઠક ભાજપની પ્રભુત્વ ધરાવતી હોય અને ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ચાર લાખ કરતા વધુ મહત્વથી જીતવાના દાવા કરતા હોય ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ પણ એક લાખ કરતા વધુ મતોથી જીત નક્કી હોવાનું કાર્યકર્તાઓને જણાવતા હોય ત્યારે આવનાર મંગળવારના રોજ પંચમહાલ બેઠક પર કયા ઉમેદવાર પર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો…

Leave A Reply

Your email address will not be published.