Publisher Theme
I’m a gamer, always have been.

વઘઇ મામલતદાર કચેરી ખાતે પ્રિ-મોન્સુન પ્રિપેર્ડનેસ મીંટીગ યોજાઇ :

0 29

રિપોર્ટર નરેન્દ્ર પવાર બૌદ્ધિક ભારત ડાંગ

આહવા: તા: ૧: ડાંગ જિલ્લાના વઘઇ ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી-વ-જિલ્લા કક્ષાના વઘઇ તાલુકાના લાયઝનિંગ ઓફિસર શ્રી હિરલ પટેલના અધ્યક્ષ સ્થાને તારીખ ૩૧ મે ના રોજ પ્રિ-મોન્સુન પ્રિપેર્ડનેસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ વિભાગોની ડિઝાસ્ટરને લગતી બાબતો અદ્યતન કરવા, જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ ૨૪/૭ કાર્યરત રાખવા, કચેરીઓમાં ઉપલબ્ધ સાધનો વર્કિંગ કન્ડીશનમા રાખવા, કલેક્ટરશ્રીની પુર્વ મંજુરી વિના હેડ ક્વાર્ટર નહિ છોડવા, માનવ અને પશુ મૃત્યુના કેશમાં તાત્કાલિક સહાયની કાર્યવાહી હાથ ધરવા, વીજ પોલ, નડતરરૂપ ઝાડ દૂર કરવા, તરવૈયાની યાદી અપડેટ કરવા, ગટરની સાફ, સફાઈ તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, ડેમના નિચાણવાળા ગામોની યાદી તૈયાર, નદીનાળા ઉપર સાઇન બોર્ડ, નબળા પુલોની મરામત, જિલ્લાના ભયજનક સ્થળોએ હોમગાર્ડની તૈનાતી, ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો આશ્રય સ્થાનોની ઉપલબ્ધતા, અનાજનો જત્થો, આરોગ્ય સેવા, રાહત બચાવ ટુકડીઓની યાદી-સંપર્ક નંબર, તેમજ તલાટી-ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ સ્થાનિક આગેવાનો-સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજી જરૂરી તૈયારી કરી લેવા અંગેના મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી.બેઠકમાં વઘઇ મામલતદાર શ્રી એમ.આર.ચૌધરી, વઘઇ તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

Leave A Reply

Your email address will not be published.