રાજકોટ અગ્નિ કાંડમાં મૃત્યુ પામેલ નિર્દોષ બાળકોની આત્માઓને શાંતિ માટે ધાનેરાના ગૌભક્તોએ નિરાધાર ગૌમાતાઓને લીલો ઘાસચારો આપી શ્રદ્ધાંજલિ આપેલ
રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
રાજકોટ ગેમ ઝોન માં જે અગ્નિ દુર્ઘટના બની નિર્દોષ બાળકો મૃત્યુ પામેલ આ તમામ અકાળે મૃત્યુ પામેલ આત્માઓની શાંતિ માટે ધાનેરાના બળવંતસિંહ છોગાજી રાવ , અને રામલાલ પી સોનીએ ધાનેરા શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં નિરાધાર ફરતી ગૌમાતાઓને બે ગાડી લીલો ઘાસચારો ગૌસેવા પ્રચાર સમિતિના ગૌભક્તોને સાથે રાખી ગૌમાતાઓને આપવા માટે આપેલ તમામ ગૌભક્તોએ નિરાધાર ગૌમાતાને ઘાસચારો આપી નિર્દોષ બાળકોની આત્માઓને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરેલ તેમજ તેમના પરિવાર ઉપર જે દુઃખ આવેલ છે તે દુઃખ સહન કરવાની પ્રભુ તેમના પરિવારને શક્તિ આપે અને તમામ આત્માઓને ભગવાન મોક્ષ ગતિ આપે તેમજ ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રભુ જોડે બે હાથ જોડી પ્રાર્થના કરેલ.
