Publisher Theme
I’m a gamer, always have been.

રાજકોટ અગ્નિકાંડ બાદ ભાભર નગરપાલિકા, મામલતદાર એક્શન મોડમાં….

0 30

રિપોર્ટર : રમેશભાઈ સોની બૌદ્ધિક ભારત ભાભર

ભાભર નગરપાલિકા અને મામલતદારની ટીમે ભાભરની બજારમાં ઠેર – ઠેર જગ્યાએ ફાયર સેફ્ટી બાબતે તપાસ હાથ ધરી…

ભાભરમાં આવેલા મોટા શોપીંગો, મોલ, દવાખાનામાં તપાસ હાથ ધરી.

તપાસમાં જ્યાં એન.ઓ.સી.અને ફાયર સેફ્ટી નહોતી તેમજ જરૂરી સેફ્ટીના સાધનો માટે મામલતદાર આર એમ ચૌધરી અને ચીફ ઓફિસરે તપાસ કરી નોટિસો આપી અઠવાડિયામાં જરૂર સેફટીના સાધનો રાખવા માટે સુચન કર્યું …

ભાભરની બજારમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન મામલતદારે ઘરવપરાશ માટે નો ગેસનો બાટલો એક પાર્લરમાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો..

આમ ભાભર નગર પાલિકા અને મામલતદારની ટીમ દ્વારા સંયુક્ત ભાભરની બજારમાં સેફ્ટી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.