Publisher Theme
I’m a gamer, always have been.

પાટણ સાયન્સ સેન્ટર ખાતે દ્વિતીય સમર સાયન્સ કેમ્પ 2024 ના બીજા દિવસે વિદ્યાર્થીઓએ સાયન્સની અદભુત દુનિયામાં ડૂબકી લગાવી

0 12

અલ્પેશ શ્રીમાળી પાટણ

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે તારીખ ૩૦ મે 2024 ના રોજ ધોરણ 6 થી 9 માટે ત્રણ દિવસીય દ્વિતીય સમર સાયન્સ કેમ્પના બીજા દિવસે વિદ્યાર્થીઓએ સાયન્સ ની અદભુત દુનિયામાં ડૂબકી લગાવી જેમાં ગુજરાતના 7 જિલ્લાની 29 શાળાઓના 46 વિદ્યાથીઓએ ભાગ લીધો હતો. સમર સાયન્સ કેમ્પમાં STEM (સાયન્સ, ટેક્નોલૉજી, એન્જીનિયરીંગ અને મેથેમેટીક્સ) આધારિત વિવિધ સાયંટિફિક ચર્ચા, વર્કશોપ અને એક્ટિવિટીઓ સાથે ઈંડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરેલ છે.

જેમાં આજે હાઇડ્રોપોનિકસ (જળકૃષિ), પ્રકાશિય ઉપકરણો અને જાપાનીઝ આર્ટ ઑરેગામી પર વર્કશોપ સાથે ઇન્ડોર ક્રિકેટ, સાયન્ટિફિક અંતાક્ષરી અને સંગીત ખુરશી જેવી ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે આ સમર સાયન્સ કેમ્પ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ આજે ગમ્મત સાથે વિજ્ઞાન ના વિવિધ પાસાઓ જાણીને અને આધુનિક વિજ્ઞાન વિશે શીખીને ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપશે.

Leave A Reply

Your email address will not be published.