Publisher Theme
I’m a gamer, always have been.

પાવાગઢ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભાટ ગામે નાકાબંધી કરી બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી વિદેશી દારૂ સહિત 5.47લાખ રૂ.નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

0 19

રિપોર્ટર દીપક તિવારી બૌદ્ધિક ભારત પંચમહાલ

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લા પંથકમાં થતી દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરી ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માટેની પોલીસ તંત્રને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે સુચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઈ એમ.એલ.ગોહિલે કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત ગઈકાલે તારીખ 27/05/2024 સોમવારના રોજ રાત્રિના સુમારે પી.એસ.આઈ એમ. એલ.ગોહિલને બાતમી મળી હતી કે જાંબુઘોડા તરફથી એક સફેદ કલરની બોલેરો ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને શિવરાજપુર તરફ આવી રહી છે જે બાતમીના આધારે પાવાગઢ પોલીસ મથકની ટીમના પોલીસ કર્મચારીઓ સંદીપભાઈ વિઠ્ઠલભાઈ, સુરેશભાઈ બાબાભાઈ,શૈલેષભાઈ સાંમતસિંહ અને ગોવિંદભાઈ બાબુભાઈએ રાત્રિના સુમારે જાંબુઘોડા શિવરાજપુર રોડ પર આવેલ ભાટ ગામે મુખ્ય રોડ પર નાકાબંધી કરી હતી.જેમાં રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં બાતમીવાળી સફેદ કલરની બોલેરો ગાડી દૂરથી આવતા નજરે પડી હતી જેમાં બોલેરો ગાડીમાં બેસેલો ચાલકે દૂરથી પોલીસે નાકાબંધી કરી આડશો મૂકેલી હતી તે જોઈ ગયો હતો અને દૂરથી પોલીસને જોઈ પોતાની ગાડી રોડ પર મૂકી પોલીસ તેને પકડે તે પહેલા તે રાત્રિના અંધકારનો લાભ લઈ રોડની સાઈડમાં ઉતરી જંગલમાં ફરાર થઈ ગયો હતો જેમાં પોલીસે બોલેરો ગાડીમાં તપાસ કરતા બોલેરો ગાડીમાંથી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચ અને પ્લાસ્ટિકના ક્વાટરીયાની અને ટીન બિયરની પેટી નંગ 10 જેમાં વિદેશી દારૂની કવાટરીયા અને ટીન બિયરની બોટલો નંગ કુલ 408 જેની કિંમત 47,280/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે બોલેરો ગાડી અંદાજે કિંમત 5,00,000/- રૂપિયા અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 5,47,280/- રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી પાવાગઢ પોલીસ મથકે બોલેરો ગાડીમાં વિદેશી દારૂના જથ્થાની ફેરાફેરી કરતા અને પોલીસને જોઈ બોલેરો ગાડી મૂકીને ફરાર થઈ ગયેલા અજાણ્યા બોલેરો ગાડીના ચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.