રિપોર્ટર દશરથ દરજી બૌદ્ધિક ભારત પાટણ
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પાટણ જિલ્લા દ્વારા આજ રોજ પાટણ જિલ્લા કલેકટરને એમ.આર.પી બાબતે તેમજ દૂધ અને દૂધની ઉત્પાદનની શુદ્ધતા બાબતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારને આ બંને બાબતે ઘટતું કરવા અને ગ્રાહકોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ એમ.આર.પી એ મહત્તમ વેચાણ મૂલ્ય નક્કી કરે છે તેનાથી ઉપરનું વેચાણ એ ગુનો બને છે જે સકારાત્મક બાબત છે પરંતુ એમ આર પી નક્કી કરવા બાબતે કાયદવા દ્વારા કોઈ વ્યવસ્થા નથી જેથી એમઆરપી ની સાથે એફઆરપી અર્થાત ન્યૂનતમ વેચાણ મૂલ્ય પણ નિશ્ચિત કરવામાં આવે તો ગ્રાહકને યોગ્ય માહિતી મળે તેમ જ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ન્યૂનતમ વેચાણ મૂલ્ય અને વેચાણ મહત્તમ વેચાણ વચ્ચે તફાવત કરી ગ્રાહક યોગ્ય નિર્ણય લઈ શકે જે બાબતે ઘટતું કરવા કેન્દ્ર સરકારના મંત્રીને પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ વિસ્તારમાં દૂધ અને દૂધના ઉત્પાદનમાં થતી મીલાવટને દૂર કરવા તેની ગુણવત્તા ચકાસણી અને શુદ્ધતા બાબતે વિસ્તારમાં ગુણોત્તર ચકાસણીના યોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે તેમ જ દૂધ અને દૂધની બનાવટ માટે ગ્રાહકોને શુદ્ધ દૂધ અને દૂધની બનાવટ મળે તે બાબતે ઘટી કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી આમ પાટણ જિલ્લા ગ્રાહક પંચાયત દ્વારા આજરોજ ગ્રાહકોના હિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ અતુલભાઇ પટેલ સંગઠન મંત્રી પિનલભાઈ પટેલ તેમજ જાગૃત નાગરિક મંગળભાઈ પ્રજાપતિએ આ રજૂઆત કરી હતી