Publisher Theme
I’m a gamer, always have been.

રખીયાલ બજારમાં દબાણ ની સાથે સાથે ટ્રાફિક ની પણ સમસ્યા

0 66

દિનેશચંદ્ર શાહ દહેગામ

દહેગામ તાલુકાના રખિયાલ બજાર માં પી ડબ્લ્યુ ડી ની જમીન ઉપર ગેરકાયદેસર દબાણોનો છેલ્લા 15 વર્ષથી રાફડો ફાટી નીકળ્યો છે. પરંતુ પી ડબ્લ્યુ ડી ના અધિકારીઓને એ સી ઓફિસમાં થી બહાર નીકળી રખિયાલ બજારમાં વિઝીટ કરવાનો સમય નથી અવાર નવાર નોટિસો આપી અધિકારીઓ સંતોષ માને છે. અને પાકી દુકાનો વાળા તેમની દુકાનના દરવાજેથી આગળ રોડ સુધીની જમીન ગેરકાયદેસર લોકોને ભાડે આપી છે.

સરકારી જમીનનું ભાડું ઉઘરાવે તેના ઉપર હોટલો, લારીઓ, ઠંડા પીણા, શેરડીના રસ વાળાઓ ને ભાડે આપે છે. રોડની બંને સાઈડ રખિયાલ રોડ તેમજ સામેત્રી જવાનો રોડ ઉપર વાહનોનું પાર્કિંગ થાય છે. રખિયાલ બજારમાં પ્રજાજનોને ચાલવા માટે ફૂટપાટની કોઈ વ્યવસ્થા નથી અવાર નવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે. તેમ છતાં પોલીસને પણ ટ્રાફિકની સમસ્યાઓ ઉકેલવામાં કોઈ રસ નથી. તેઓને ફક્ત ભાદરોડા ચોકડી સાચવવામાં અને ગાડીઓ પકડવામાં તથા મોડાસા તરફથી આવતી eeco ગાડીઓની અંદર અને છાપડા ઉપર કેપેસિટી બહારના પેસેન્જરો બેસાડવામાં આવે છે. અને ખુલ્લે આમ પોલીસની બીક વગર રખિયાલ બજારમાંથી પસાર થાય છે. કોઈપણ જાતની રોકટોક થતી નથી મહિનો થાય એટલે હપ્તો મળવો જોઈએ બાકી તમારે જેમ ગાડીઓ ચલાવી હોય એમ ચલાવો રોકવા વાળું કોઈ નહીં. પ્રજાજનો ઈચ્છે છે કે આ દબાણનો પ્રશ્ન અને ટ્રાફિકનો પ્રશ્ન પી ડબ્લ્યુ ડી અને પોલીસના અધિકારીઓ ક્યારે ઉકેલ લાવશે. તેવી લોક મુખે ચર્ચાઓ ચાલી રહી છે..

Leave A Reply

Your email address will not be published.