Publisher Theme
I’m a gamer, always have been.

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રથમ સમર સાયન્સ કેમ્પ-2024 ના અપાર સફળતા પછી બીજો કેમ્પ ની ઘોષણા

0 27

રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી બૌદ્ધિક ભારત પાટણ

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 24 મે 2024ના રોજ ધોરણ 6 થી 9 માટે ત્રણ દિવસીય સમર સાયન્સ કેમ્પ ના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓની વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગીદારી સાથે પૂર્ણ થયો. સમર સાયન્સ કેમ્પમાં STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) આધારિત વિવિધ સાયન્ટિફિક વર્કશોપ અને એક્ટિવિટીઓ સાથે સાયન્ટિફિક-શોનું આયોજન કરેલ છે જેમાં આજે ક્લાઇમેન્ટ ચેન્જ, ઊર્જા સંરક્ષણ, પ્રકાશિય ઉપકરણો પર વર્કશોપ, ગ્લોબલ વોર્મિંગ અને પૃથ્વીની ઉત્પતિ પર સાયંટિફિક-શો, માટીથી સાયંટિફિક રમકડાં બનાવવા, મિશન લાઈફ ની થીમ પર વક્તૃત્વ સ્પર્ધા, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ જેવી વિવિધ એક્ટિવિટીઓનો સમાવેશ થાય છે. સાયન્સ સેન્ટર ના નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ મોડેલ ના માધ્યમ થી ઊર્જાના પ્રકારો, ઊર્જા સરક્ષણના નિયમો, સારું અને ખરાબ આબોહવા ની અસરો, પ્રકાશિય ઉપકરણો, તેના સિદ્ધાંતો, તેની કાર્યપ્રણાલી વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું. સમર સાયન્સ કેમ્પ માં ધણી બધી સ્પર્ધા યોજાઇ હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓ ને વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ પ્રથમ સમર સાયન્સ કેમ્પ-2024 ના અપાર સફળતા માટે સાયન્સ સેન્ટર ની ટિમ અને સહભાગીઓને આભાર વ્યક્ત કર્યા બાદ બીજા સમર સાયન્સ કેમ્પ ની ઘોષણા કરી હતી જે આગામી સપ્તાહમાં શરૂ થશે અને વિદ્યાર્થીઓને મુશ્કેલ વૈજ્ઞાનિક ખ્યાલો મનોરંજક રીતે શીખવામાં મદદ કરશે.

Leave A Reply

Your email address will not be published.