Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લામાં ભંગારીઓનો ત્રાસ એમના ફાયદાના કારણે પાલનપુર સિટીમાં પબ્લિકને જાનનું જોખમ …

0 37

ભરત જોશી બૌદ્ધિક ભારત પાલનપુર

વધુ વિગત જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં માલણ દરવાજાથી રામપુરા ચોકડી જવાના માર્ગ પર આવેલ રાજીવ આવાસ યોજનાના ફ્લેટમાં આશરે 240 જેટલા મકાનો આવેલા છે જેમાં આશરે 2500 થી 3000 લોકો રહે છે. તારીખ 23/05/2024ના રોજ આશરે સાડા ચારથી પાંચ વાગ્યાના વચ્ચે આવાસ યોજનાના ફ્લેટની બાજુમાં આવેલ ભંગારની લાઠી માંથી ઝેરી ગેસનો બાટલો બ્લાસ્ટ થતા અંદાજીત 82 જેટલા લોકોને શ્વાસ રૂધાવ્વું, છાતીમાં દુખાવો થવો, માથામાં દુખાવો થવો અને ઉલટીઓ ચાલુ થઈ ગઈ હતી. જેમાંથી આશરે 82 જેટલા નાના મોટા લોકોને સારવાર અર્થે 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સરકારી ફ્લેટના બાજુમાં આવેલા નાના મોટા અનેક છોડો પણ બળી ગયા હતા એવું તો કયું કેમિકલ આ ભંગારીઓ વાપરે છે જે વાતાવરણમાં પણ નુકસાનકારક હોય છે અત્યારે 82 લોકો સારવાર લઈ રહ્યા છે એમાંથી ત્રણ લોકો સિરિયસ છે અહીના લોકોનું એવું કહેવું છે બે વર્ષમાં આ ત્રીજો બનાવ છે. પહેલા પણ ભંગારની લાઠીમાં આગ લાગી હતી તો પાલનપુર કલેક્ટરશ્રીને અને મામલતદાર સાહેબશ્રીને અમારી વિનંતી છે અમે રહીયે છીએ ત્યાં રાજીવ આવાસ યોજનાના ફ્લેટના બાજુમાં બિનકાયદેસર ગૌચરની જમીનમાં ભંગારના ગોડાઉન ખોલ્યા છે એ તાત્કાલિક ખાલી કરાવવા અને રાજુ ભંગારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી. અત્યારે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબશ્રીએ રાજુ ભંગારીને હિરાસતમાં લીધેલ છે અને પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફની બહુ સુંદર કામગીરી તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પણ જો અત્યારે કોઈને જાનહાની થશે તો એની જવાબદારી આ ભંગારીઓની રહેશે બાજુમાં અબરાર શેખ વોર્ડ નંબર-4ના સભ્ય તેની પણ ભંગારની લાઠી છે બે વર્ષથી એના ભંગારની લાઠી માંથી પણ દુર્ગંધ આવે છે. અમારી સરકારને પણ વિનંતી છે કે બિનકાયદેસર પાલનપુર સિટીમાં ભંગારની લાઠીઓ ચાલે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવે એવી અમારી ઉગ્ર માંગ છે

Leave A Reply

Your email address will not be published.