Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા શહેરની જાણીતી શાહ રામચંદ સ્વરાજ હોસ્પિટલના દરવાજા આગળથી ગટર ઉભરાઈને તેનું પાણી વહેતુ-વહેતું શીતલ શોપિંગ થઈ શ્રીરામ શોપિંગ સુધી પહોંચ્યું

0 120

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા શહેરમાં આ તો ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલી છે.પરંતુ શહેરમાં મુખ્ય માર્ગો પર ખુલ્લી ગટરો છે જે તૂટી જવાથી અને યોગ્ય સાફસફાઈ ના થતી હોવાથી અવાર-નવાર આ ખુલ્લી ગટરોના ગંદા પાણી મુખ્ય માર્ગો પર ભરાઈ જતા હોય છે. આજે પણ શહેરની જાણીતી શાહ રામચંદ સ્વરાજ હોસ્પિટલના દરવાજા આગળથી ગટર ઉભરાઈને તેનું પાણી વહેતુ-વહેતું શીતલ શોપિંગ થઈ શ્રીરામ શોપિંગ સુધી પહોંચ્યું હતું. અને લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આ બાબતે ધાનેરા નગર પાલિકાના ચીફ ઓફિસર રુડાભાઈ રબારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ગટરમાં રેતી જવાથી બ્લોક થઇ છે. જે બે દિવસમાં સાફ થતા ગટરનું વહેણ સુધારી જતા ઉભરાવવાની સમસ્યાનો ઉકેલ આવી જશે.

ખુલ્લી ગટરો હોઈ તૂટી જવાથી અને યોગ્ય સાફસફાઈ ન થતાં હાલાકી

Leave A Reply

Your email address will not be published.