Publisher Theme
I’m a gamer, always have been.

રાજસ્થાનના આરોપીને ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટથી ઝડપ્યો

0 579

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામનો પીરાભાઈ મેવાભાઈ રબારી ઉપર બનાસકાંઠા જિલ્લાનાં ડીસા રુલર અને પાટણ તાલુકાનાં વાગડોદ પોલીસ મથકે ગુના દાખલ થયા હતા. જે શખસ ઘણા સમયથી ફરાર હતો. જેને લઇ મુખ્ય અધિકારી ગાંધીનગરની કચેરીથી પીરાભાઇને પકડનારને 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. ત્યારે આ શખસને શુક્રવારે ધાનેર પોલીસએ નેનાવા ચેકપોસ્ટ ઉપરથી ઝડપી લીધો હતો. આ અંગે પીઆઈ એ.ટી.પટેલએજણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા અધિક્ષક દ્વારા વોન્ટેડ આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. એજ રીતે ધાનેરા પોલીસના હાથે પણ 25 હજાર ઈનામી આરોપી નેનાવા ચેકપોસ્ટ પરથી પકડી પાડવામાં આવ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.