Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના પેગીયા નજીક રાત્રે બે બાઇક અથડાતાં બે યુવકનાં મોત

0 132

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના પેગીયાથી ધરણોધર જતાં માર્ગ ઉપર બુધવારે રાત્રે બે બાઇક અથડાયા હતા. આ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા. ધાનેરાના શેરગઢ અને ભાટીબ ગામના યુવકોના મોતથી સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. જોકે, આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ નથી.

ધાનેરા પંથકમાં બુધવારે રાત્રે બે બાઇક અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યાં હતા. અકસ્માતની મળતી માહિતી મુજબ પેગીયાથી ધરણોધર તરફ જતાં માર્ગ ઉપર પુરઝડપે પસાર થઇ રહેલા બે બાઇકો ધડાકાભેર અથડાયા હતા. જેમાં ધાનેરા તાલુકાના શેરગઢના હુસેનભાઈસુભાનભાઈ મુસ્લા (ઉં.વ. 22) અને ભાટીબ ગામના 18 વર્ષના દશરથભાઈ શંકરભાઈ ખંભું (ઉં.વ. 18) રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને બંનેને એમ્બ્યુલન્સમાં ધાનેરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં બંનેના મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં બંનેના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જેમના હૈયાફાટ રૂદનથી કરૂણતા પ્રસરી ગઇ હતી. બંનેના મૃતદેહનું પી.એમ. કરી વાલી વારસોને સોંપવામાં આવ્યા હતા. જોકે, આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ નથી.

તાલુકાના શેરગઢ અને ભાટીબ ગામના યુવકોના મોતથી અરેરાટી પ્રસરી.

અકસ્માતની જાણ થતાં બંનેના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા.

Leave A Reply

Your email address will not be published.