રીપોટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં આરોગ્ય ખાતાના અધિકારીઓ તથા નગરપાલિકાના એસઆઈએ મળી ધાનેરા બજારમાં આવેલ કરિયાણા, ફરસાણ સહિતની દુકાનોમાં સોમવારે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં 103 દુકાનોમાં તપાસ કરી તેલ, ઘી નમુના ચકાસાયા હતા તેમજ અમુક દુકાનોમાંથી એક્સપાયરી ડેટનો માલ મળી આવતાં મોટા પ્રમાણમાં માલ કબજે કરી નગરપાલિકામાં લાવી નાશ કરાયો છે.
એસઆઈએ ચિરાગભાઇએ જણાવ્યું હતું કે જે ડુપ્લિકેટ ચીજવસ્તુઓ જણાતી હતી તે કબજે લઈ વ્યાપારીઓજોડેથી 18,400 રૂપિયા પેટે દંડ વસૂલ કર્યો છે.