Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા મતવિસ્તારમાં ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીએ ખાતમુહૂર્ત કરતાં રોષ

0 386

રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા

દાંતીવાડા તાલુકાના સીપુ ડેમથી સિંચાઇ કેનાલ સુધી રૂ.15.35 કરોડના ખર્ચે પાઇપ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત શનિવારે કરાયું હતું.

દાંતીવાડા ડેમ બાદ હવે સીપુ ડેમમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 600 કરોડથી વધુના ખર્ચે મહાજનપુરા પંપિંગ નર્મદા મુખ્ય નહેરથી સીપુ જળાશય સુધી 68 કિ.મી. લાંબી પાઇપલાઇનની કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે શનિવારે ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી આગેવાનો સાથે સીપુ ડેમ પહોંચી સીપુ ડેમથી સિંચાઇ કેનાલ સુધી રૂ.15.35 કરોડના ખર્ચે પાઇપ લાઇન નાખવાનું ખાતમુહૂર્તકર્યુ હતું. સીપુ ડેમમાં યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય માવજીભાઇ દેસાઈની બાદબાકી કરતા રાજકારણમાં ગણગણાટ શરૂ થયો છે. 15.35 કરોડના ખર્ચે સીપુ ડેમથી સિંચાઇ કેનાલ સુધી પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત

આંખો કાર્યક્રમ પ્રવીણભાઈએ કરેલો છે

સીપુ સિંચાઇના એક્ઝિક્યુટિવ એન્જિનિયરહર્સલ જોષીએ જણાવ્યું કે આની મંજૂરી હજી આવી નથી, મંજૂરી લેટ નાઈટ આવી છે, હજુ તો આનો વર્ક ઓર્ડર પણ આપ્યો નથી. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈએ આખો કાર્યક્રમ કરેલો છે. આ કોઈ સરકારી કાર્યક્રમ ન હતો. હું તો ગઈકાલે આખો દિવસ ગાંધીનગર હતો. મીટીંગમાં એ બધું લેડિંગ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ જ કરતા હતા.

Leave A Reply

Your email address will not be published.