Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના મધુસુદન વિલા સોસાસટીમાં ચોકીયાત રૂમમાં બ્લાસ્ટ થતાં બે દાઝ્યા

0 246

પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા મધુસૂદન વિલા સોસાયટીમાં રામભાઇ સોનીના મકાન આગળ બનાવેલ ચોકિયત રૂમમાં રવિવારે અચાનક બ્લાસ્ટથઇ આગ લાગતા બે વ્યક્તિઓ દાઝી હતી. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા. આમ મકાનોમાં મોટો ભડાકો થતાં મકાનની દીવાલોમાં તીરાડો પડી હતી.
ધાનેરાની મધુસૂદન વિલામાં રહેતા રામભાઈ સોનીના મકાન આગળ ચોકિયાત માટે બનાવેલી રૂમમાં સોમવારે સવારે અચાનક આગ લાગી હતી. જેમાં બે વ્યક્તિઓ દાઝી જતાં બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ મોટા ધડાકા સાથે આ રૂમમાં આગ લાગી હતી. જેને લઇ દીવાલોમાં મોટી તિરાડો પડી જવા પામી હતી. કુકર પણ ઓગળી ગયું હતું તથા અન્ય સામગ્રી બળીને રાખ થઇ હતી. ખાસ આ રૂમમાં ગેસનો બાટલો સલામત તથા ગેસની સઘડી પણ સલામત હતી.
આ અંગે ઇન્ડિયન ગેસના સંચાલક રમેશભાઇએ જણાવ્યું હતું કે બાટલો સલામત છે, પાઇપ સલામત છે, સગડી પણ સલામત છે પરંતુ આટલો મોટો બ્લાસ્ટ કેવી રીતે થયો તે તપાસનો વિષય છે. રામભાઈ સોનીએ જણાવ્યું હતું કે ચોકીયાત માટે રૂમ બનાવ્યો હતો. જેમાં અચાનક બ્લાસ્ટ થતાં અંદર રહેતા બે વ્યક્તિઓ બહાર અાવી ગયા હતા. જેઓ બહાર નીકળી જતાં બચી ગયા હતા પરંતુ દાઝી જતાં તેમને રામચંદ સમાજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જેમાં અર્જુનભાઇ પ્રજાપતિ (ઉં.વ.50) અને અમરાભાઇ માજીરાણા (ઉં.વ.75) હોવાનું જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.