રિપોર્ટ પોપટ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના ધાખા દરવાજા પાસે આવેલ મણીબેન હોસ્પિટલ આગળ પાલિકા દ્વારા ગટર કાઢવામાં આવી છે અને તે ગટરના ઢાંકણા રસ્તાથી એક-એક ફુટ ઉંચા રાખવામાં આવતા અનેક વાહન ચાલકો રાત્રે આ ઢાંકણાનો ભોગ બનીને પોતાની ગાડીઓના ચેમ્બર ફોડી ચુક્યા છે. આ બાબતે એક મહીના પહેલા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ચિફ ઓફિસરને ટેલીફોનિક જાણ કરીને રસ્તા વચ્ચે લગાવેલ મોટા ઢાંકણા હટાવવા માટે જાણ કરવા કરી હતી. શનિવારે રાત્રે એક કાર ચાલકની ગાડીનું ચેમ્બર ફુટી જતાં નુકસાન થયું હતું તેમજ નાના વાહન ચાલકો અનેકવાર નુકસાન ભોગવી ચુક્યા છે તો આ પાલિકાની બેદરકારી છે કે લાપરવાહી ?