Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના સામરવાડા પાસે કારની ટક્કરે બાઇકચાલકને ગંભીર ઇજા

0 159

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના સામરવાડા ગામ પાસે ગુરુવારે રાત્રે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેને પ્રાથમિક સારવાર ધાનેરાની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. ધાનેરા તાલુકાના સામરવાડા ગામ પાસે ગુરુવારે રાત્રીના સમયે પાંથાવાડા તરફ જતા રસ્તા ઉપર એક પૂરઝડપે આવી રહેલ કાર નંબર જીજે-01-ડબલ્યુજે-064 2 ના ચાલકે બાઇક નંબર જીજે-08-એઆર-5519 ના ચાલકને અડફેટે લેતાં બાઇક સવારને ગંભીર ઇજાઓ થઇ હતી.

જેથી તેને ખાનગી વાહન મારફતે સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેની ઓળખ થતાં તે થરાદ તાલુકાના સિધોતરા ગામનો ધારસિંહભાઇ પુનમાભાઇ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્તના પરિવારનો સંપર્ક કરીને ત્યાં બોલાવ્યા હતા અને તેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે 108 મારફત પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.