Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં પોલીસ પરિવાર દ્વારા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ

0 156

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા પોલીસ લાઇનમાં વર્ષોથી એક માતાજીની નાનકડી દેરી બનાવવામાં આવેલી હતી અને લોકો ત્યાં પૂજા-અર્ચના તેમજ ગરબાઓ રમતા હતા. પરંતુ પીઆઈ એ.ટી. પટેલ ધાનેરા આવતા તેઓએ તમામ પોલીસ પરિવાર સાથે મળીને ત્યાં માતાજીનું મંદિર બનાવવાનો પ્રસ્તાવ મુકતા એક જ વર્ષમાં ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે. અને તેની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની શરૂઆત શનિવારથી શરૂ થતી હોવાથી પોલીસ પરિવાર દ્વારા સફાઇ અભિયાનની સાથે સાથે મંડપ તેમજ અન્ય કામગીરીને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. તેમજ આ પ્રાણ પ્રતિષ્ઠામાં તાલુકાભરમાં મોટા પ્રમાણમાં લોકોને આમંત્રિત પણ કરવામાં આવ્યા છે. જેથી પોલીસ પરિવારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave A Reply

Your email address will not be published.