Publisher Theme
I’m a gamer, always have been.

ઊંઝામાં સવા બે ઇંચ અને વીસનગરમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા ઊંઝા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો

0 21

હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વહેલી સવારથી મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારો ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાં સાથે વરસાદ પડી રહ્યો છે. જેમા ઊંઝા તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 4 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસતાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયાં છે. આ સિવાય ઊંઝામાં આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જિલ્લાના વીસનગર અને ઊંઝા સહિતના તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેના કારણે વહેલી સવારથી જ મેઘરાજાએ ગાજવીજ સાથે વરસતાં વીસનગર,ઊંઝા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

Leave A Reply

Your email address will not be published.