પાટણ જિલ્લાની 141 શાળા ના શિક્ષકોઓ વી કે ભૂલ સ્કૂલ થી બગવાડ દરવાજા સુધી શિક્ષકો ની વિવિધ પડતર માંગને લઈ સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા
રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ
પાટણ જિલ્લાની 141 શાળા ના શિક્ષકોઓ વી કે ભૂલ સ્કૂલ થી બગવાડ દરવાજા સુધી શિક્ષકો ની વિવિધ પડતર માંગને લઈ સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના વિવિધ પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંધ સંકલન સમિતિના હોદેદારોના માર્ગદર્શન હેઠળ શિક્ષકોની કાયમી ભરતી, શિક્ષકોની ઘટ, જૂની પેન્શન યોજના, ઈજાફાનાં લાભ,પેપર ચકાસણી, પૂરક પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી,પરીક્ષણ અને નિરીક્ષણ કામગીરી, એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃતિની દરખાસ્ત,ચૂંટણી કામગીરી અને બી.એલ.ઓ.ની કામગીરીનાં કારણે શાળાની હાલત કફોડી બની હોવાથી સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવતાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાધાન કરી મોં મીઠા કરેલ અને ચૂંટણી બાદ તમામ માંગણી પુરી કરી પરિપત્રો કરવાની ખાતરી આપી હોવા છતાં સરકારે વાયદો પુરો નહીં કરતાં સંચાલકો,આચાર્યો,શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. શિક્ષકોએ વિવિધ બેનરો સાથે સફેદ કપડાં અને કાળી પટ્ટી ધારણ કરીને શહેરની વીકે ભૂલ સ્કૂલ ખાતે થી વિશાલ મૌન રેલી યોજી હતી .જયાં સુધી માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાંસુધી વિરોધ આંદોલન યથાવત રખાશે. આ રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડયા હતા.

