Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકામાં પોલીસવડાના અધ્યક્ષ સ્થાને બે ગામોમાં લોકદરબાર યોજાયો

0 31

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના નેનાવા અને વાસણ ગામ બન્ને ગામો રાજસ્થાનને અડીને આવેલ હોવાથી ચેકપોસ્ટ રાખવામાં આવી છે. ત્યારે આ બન્ને ગામોમાં પોલીસવડા અક્ષય રાજ મકવાણાનો શુક્રવારે લોકદરબાર ગોઠવવામાં આવ્યો હતો. પોલીસવડાએ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ લાવ્યા હતા. પોલીસવડાએ નાગરીકોને અપીલો પણ કરી હતી કે ‘પોલીસનું સંખ્યાબળ ઓછું હોય છે અને પોલીસને અનેક કાર્યો હોવાથી બધે પહોંચી શક્તિ નથી માટે ગ્રામજનો પણ પોલીસને સાથ સહકાર આપે તો બોર્ડર ઉપરથી થતી તસ્કરી રોકી શકાય. નેનાવામાં ચાતુર્માસમાં બિરાજમાન જૈનાચાર્યના દર્શન કરીને પણ પોલીસવડા તેમજ લોકોએ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં પીઆઈ એ.ટી.પટેલ, નેનાવાના અગ્રણી ગેનસિંહ દેવડા, દૂધ મંડળીના મંત્રી પરબતસિંહ દેવડા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.