– વાવ-થરાદમાં ચોરી લૂંટ અને ધાડને અંજામ આપતી ટોળકી ઝડપાઇ
– આરોપીઓ પાસેથી સોનાના દાગીના સહિત નો રૂ.પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા વાવ થરાદ પંથકમાં લૂંટ ઘાડ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી ટોળકીના સાત સાગરીતોને પાલનપુર એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડયા છે. ઇક્કો ગાડીમાં સવાર થઇ ચોરીના સોનાના દાગીના થરાદમાં વેચવા આરોપીઓ ને રૂ.પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા. આ લૂંટારુંઓએ થરાદના બે અને વાવના એક ગુનાની કબુલાત કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
વાવના ચાર રસ્તા પર આવેલી એક હોટલમાં બેઠેલા છ ઈસમો સોનાના દાગીનાના વેચવાની વાત કરતા હતા અને તેઓ ઇક્કો ગાડીમાં સવાર થઈ થરાદ તરફ આવવાના હોવાની બાતમી મળતા પાલનપુર એલસીબી પોલીસની ટીમે થરાદના ઢીમા ચાર રસ્તા પાસે બાતમી વાળી ગાડી રોકવી તેમાં સવાર સાત ઈસમો ની યુક્તિ પ્રતિયુક્તિ થી પૂછપરછ કરતા તેઓએ થરાદ તેમજ વાવ પંથકમાં ચોરી લૂંટ અને ધાડ પાડી હતી જે અંગે થરાદ બે અને વાવ પોલીસ મથકમાં બે ગુના નોંધાયા હોવાની કબૂલાત કરતા તેમની પાસે થી રૂ.૧.૪૩ લાખની એક સોનાની ચેઇન,રૂ.૧.૨૦ લાખ નું સોનાનું રણી,૪૩૫૦૦ની કિંમત ના સાત મોબાઈલ બે લાખની કિંમતની ઇક્કો ગાડી મળી કુલ.રૂ.૫,૦૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વાવ,થરાદ અને ભાભર પંથકના સાત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓ
૧,થાનાભાઈ માદેવભાઈ રાજપૂત રહે.વાઢીયાવાસ તા.વાવ
૨,અલ્પેશ ખાનાભાઈ ઠાકોર રહે.પઠામડા તા.થરાદ
૩,ભુપત કરશનભાઈ નાઈ રહે.ખીમાણાપાદર તા.વાવ
૪,દિનેશ રેવાભાઈ ચૌધરી રહે.રોયટા તા.ભાભર
૫,હઢાભાઈ નારણભાઇ ગોહીલ રહે.
ખીમાણાપાદર તા.વાવ
૬,ધનજી ખોડાભાઈ રાજપૂત રહે.અસારા તા.વાવ
૭,ગીરીશ ગોસ્વામી રહે.કરબૂણ તા.થરાદ