Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં ધોળા દિવસે મકાનમાંથી ચોર રૂ.1.95 લાખના દાગીનાની ચોરી ગયા

0 66

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા શ્રીનાથ સોસાયટીમાં રહેતું દંપતી પોતાનું મકાન બંધ કરી ચાવી ગીઝર ઉપર મૂકી કામ અને ફરજ માટે બહાર નીકળ્યું હતું. ત્યારે તસ્કરોએ ગીઝર ઉપર મુકેલી ચાવી લઈ તાળું ખોલી મકાનમાંથી રૂપિયા 1.95 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ધાનેરાના શ્રીનાથ સોસાયટીમાં રહેતા અલ્પેશભાઇ ગોવિંદભાઇ પરમાર ધાનેરામાં કમ્યુટર રીપેરીંગની દુકાન ધરાવે છે. તેમના પત્ની શિક્ષિકા તરીકે યાવરપુરા ગામે ફરજ બજાવે છે. 7 જુલાઇના રોજ ગોવિંદભાઇ ટીફિન લઇને ધંધે નિકળ્યા હતા અને તેમના પત્ની પણ પોતાના બે બાળકો સાથે મકાન બંધ કરીને તેની ચાવી બાથરૂમના ગીઝર ઉપર મુકીને શાળાએ જવા નિકળ્યા હતા. જેઓ સાંજે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા. અને ઘરનો સામાન વેરવિખેર જોવા મળતા તેઓએ પોતાના પતિને ઘરે બોલાવ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. તપાસ કરતાં ઘરમાં પડેલા સોનાના દાગીના બુટ્ટી જોડ-2, બાજુબંધ, મગમાળા પેડલ સાથે, સોનાની વિટીં નંગ- 3, સોનાના પેડલ- 3 તમામનું વજન ૫.૫ તોલા રૂ. 1,75,000 તથા ચાંદીના દાગીના પગના રમઝા, કમરનું ઝુમખુ, પગની પાયલ, ચાર વેડ, પાંચ લક્કી, પગના સડા તમામનું વજન 500 ગ્રામ રૂ. 20,000 એમ કુલ રૂપિયા 1,95,000 ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરી તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.