Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના એક શખસને એસ.ટી બસમાંથી ઝડપી પાડ્યો

0 256

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક રાજેસ્થાન તરફથી ગુજરાત સરકારની પરિવહન નિગમની એસ.ટી બસ ગુજરાત અમદાવાદ તરફ જઈ રહી હતી. તેને પોલીસે રોકાવી બસમાં બેઠેલા પેસેન્જરને ચેક કરતા એક શંકાસ્પદ સીટ પર બેઠેલા ઈસમના બેગમાંથી દારૂ મળી આવતા પોલીસે ઇસમને ઝડપી પાડ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટાફ નેનાવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન સાચોરથી અમદાવાદ જતી ગુજરાત સરકાર પરિવહન નિગમની એસ.ટી બસ આવતા રોકાવી ચેક કરતા એક ઇસમે પોતે બેસેલ સીટ નીચે બે બેગો મુકી રાખી હતી. જે પોલીસને શકમંદ લાગતા બંને બેગમાં જોતા કપડાની આડમાં ભારતીય બનાવટની વિદેશી છુટક બોટલો મળી આવતા બે પંચોને બોલાવી સદરે ઇસમને બંને બેગો સાથે બસમાંથી નીચે ઉતારી નામઠામ પુછતા બાંકસિંહ સુલ્તાનસિંહ નિમસિંહ રાજપુત જણાવ્યું હતું. બંને થેલામાના પ્રોહીબિશનના મુદ્દામાલ સાથે ઇસમની અટકાયત કરી કુલ 19,890નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.