ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ત્રણ એ.એસ.આઇ કોન્સ્ટેબલ તારીખ 30 6-2023 ના રોજ વય મર્યાદા પૂરી થતાં વિદાય સમારોહ આજે ખેડબ્રહ્મા અર્બુદા માતાજી મંદિર હોલ ખાતે રાખવામાં આવ્યો હતો તેમાં ખેડબ્રહ્મા સી,પી,આઈ સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેમાં ખેડબ્રહ્મા પી.એસ.આઇ જે. આર .ચૌહાણ સાહેબ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ એ.એસ.આઇ લક્ષ્મણભાઈ ,ત્રીકમભાઈ ,મગનભાઈ શ્રીફળ ,સાલ ,ફૂલહાર અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ મિત્રો અને તેમના સગા સંબંધી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા