Publisher Theme
I’m a gamer, always have been.

તલોદ જી. આઈ. ડી. સી. પાસે આવેલ આંબાવાડી મા તલોદ જી. ઈ. બી. ના કર્મચારીઓની ગોર બેદરકારી સામે આવી

0 18

રિપોર્ટર :- પ્રવિણસિંહ ઝાલા ભૌતિક ભારત ન્યુઝ પ્રાંતિજ સાબરકાંઠા

તલોદ જી. આઈ. ડી. સી. પાસે આવેલ આંબાવાડી મા તલોદ જી. ઈ. બી. ના કર્મચારીઓની ગોર બેદરકારી સામે આવી રહી છે આંબાવાડી ફીડર નિ લાઈન મા ઠેર ઠેર ઝાડ અને વેલાઓ નું સામ્રાજ્ય જામી ગયું હોવા છતાં જી. ઈ. બી. ના કર્મચારીયો જાણે ગોર નિદ્રા મા સુતા હોય તેવું લાગી રહ્યું છે અને જાણે કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આંબાવાડી ફીડરની લાઈનના થોભલા ના વાયરો એટલી હદે ઠીલા થઇ ગયા છે કે ગણી વાર તો આ વીજળી ના તાર એક બીજા સાથે સંકળાઈ ને ભેગા થઇ જતા હૉય છે તો જયારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે અસંખ્ય તણખલા ખરે છે તો આવી પરિસ્થિતિ જયારે સર્જાતી હોય ત્યારે ખેડૂતોના ખેતરમાં જ્યારે ઉભો પાક હોય કે કે કાપેલો તૈયાર થઈ ગયેલ પાક હોય એવા સંજોગો મા તાર ભેગા થઈ જાય તો આગ લાગવાના દ્રશો સર્જાઈ શકે છે અને ખેડૂતોના પાકને મોટુ નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે તયારે આંબાવાડી ના ખેડૂતો નિ માગ છે કે તાત્કાલિક ધોરણે આંબાવાડી ફીડરની લાઈન નું રીપેરીંગ કામ કાજ અને નડતા ઝાડ અને વેલાઓ નું સામ્રાજ્ય દૂર કરી આપવાની ખેડૂતો નિ માંગ છે

Leave A Reply

Your email address will not be published.