Publisher Theme
I’m a gamer, always have been.

સુરાડુંગરી ફ.વર્ગ પ્રાથમિક શાળા કાંટુ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ હરખભેર ઉજવાયો.

0 90

રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ

આજરોજ તારીખ 13/06/2023ના રોજ સુરાડુંગરી ફ. વર્ગ પ્રાથમિક શાળા કાંટુ માં ઢોલ નગારાં સાથે બાળકો, વાલીઓ સાથે શાળા માં ઉત્સાહભેર વધામણાં કરવામાં આવ્યા ત્યારબાદ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી, માં દેવી સરસ્વતી ની વંદના કરી ઉપસ્થિત મહેમાનો નું શાબ્દિક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આંગણવાડી ના બાળકો, ધો. 1 ના 22 બાળકોને કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો અને ધો 3થી 8 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તથા રમતગમત માં શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકો ને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિહ્નો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યુ . અધ્યક્ષ શ્રી એ આ પવિત્ર પ્રસંગે શબ્દો ને સાચા સ્વરૂપે બાળકો અને વાલીઓ માં વેહતા મૂક્યાં, બાળકો ને શાળા શિક્ષણ અંગે રસ કેળવવા અને વાલીઓ ને શિક્ષણ અંગે જાગૃત રેહવા મીઠી ટકોર કરી હતી.ત્યારબાદ પર્યાંવરણની વિશેષ જાગૃતિ માટે છોડ માં રણછોડ જોવાની દ્રષ્ટિ એ શાળા માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને smc ની મીટીંગ માં શાળા વિકાસ ની વિશેષ ચર્ચા કરવામાં આવી અને તેના અમલીકરણ માટે ઠરાવ મંજૂર કરવામાં આવ્યાં અને સર્વે મધ્યાહન ભોજનનો રસાસ્વાદ માણવા માં આવ્યો. આજ ના શુભ પ્રસંગે સરપંચશ્રી હિમસિંગભાઈ મોહનીયા, smc અધ્યક્ષ શ્રી તેરસિંગ ભાઇ મોહનીયા શાળા ના આચાર્ય શ્રી પ્રતાપસિંહ મૈડા તથા smc ના સભ્યો , વાલીઓ, શાળા પરિવાર હાજર રહી કન્યા કેળવણી અને શાળા મહોત્સવ કાર્યક્રમ ને હરખભેર પૂર્ણ કરવામાં આવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.