રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ અંતર્ગત દહેગામ તાલુકાની ડુમેચા પ્રા.શાળામાં બાલવાટીકા અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.જેમાં ગુજરાત સરકારના અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી આર.બી.બ્રહ્મભટ્ટ સાહેબ , તાલુકા ભાજપ અગ્રણી ચેતનભાઈ પટેલ , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જીતેન્દ્રભાઈ મોદી , ડાયેટ લેક્ચરર શ્રી સુરેશભાઈ ડોડીયા અને બી.આર.સી.દિલીપભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો. બાલવાટીકામાં ૨૧ અને આંગણવાડી માં ૪ બાળકોને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો. પ્રવેશોત્સવ દરમ્યાન ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા સી.આર.સી.વિપુલભાઈ પટેલ, આચાર્યશ્રી જગદીશભાઈ પટેલ અને શાળા પરિવારે ખૂબ મહેમત ઉઠાવી હતી.