Publisher Theme
I’m a gamer, always have been.

માલણ ગામે પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે બી.પી.એલ લાભાર્થીઓને ઉજવલ્લા યોજના તેમજ અન્ય સહાય ના લાભ આપવામાં આવ્યા

0 5

માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્રભાઇ મોદી સાહેબના તંદુરસ્ત જીવન માટે પાલનપુર તાલુકાના માલણ ગામ ખાતે બી પી એલ લાભાર્થી યો ને ગેસ કનેક્શન, વિધવા માતા બહેનો ને સહાય તેમજ કોરોના માં માતા પિતા ગુમાવનાર બાળકો ને મુખ્ય મંત્રી બાળ સુરક્ષા અંતગર્ત સહાય આપવામાં આવી હતી.જેમાં આ કાર્યક્રમ માં ઉપસ્થિત એવા જીલ્લા મંત્રી શ્રી નિલેશ ભાઈ મોદી ,તાલુકા ભાજપ પ્રમુખ મોતી ભાઈ, તાલુકા ઉપ્રમુખ બનાજી , તાલુકા ઉપ્રમૂખ મોતી ભાઈ દેસાઈ , તાલુકા ઉપપ્રમુખ્ ભરત ભાઈ, પૂર્વ તાલુકા પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ તેમજ અનુસુતી જનજાતિ ના પ્રભારી સુમતિ ભાઈ , જીલ્લા કારોબારી સભ્ય કિર્તિભાઈ તેમજ માલણ ગામના સરપંચ જે.ડી પરમાર , એસ સી મોરચા ના મહામંત્રી નરેશભાઈ કરણ,તાલુકા મહિલા મોરચા મંત્રી એવા ભાવિકા બેન મોદી , યુવા મોરચાના ઉપસ્થિત એવા જીગર ભાઈ , સક્રિય કાર્યકર્તા પરેશભાઈ નાઈ , ભગાભાઈ પ્રજાપતિ, રાજેન્દ્ર સિંહ, મૂળચંદ ભાઈ તેમજ અન્ય ગામ લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.