વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે ઉજ્વલા કનેકશનના લાભાર્થીઓ પાસેથી ૩૦૦ રૂ લેવાયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે દેશના અનેક સ્થળોએ કાર્યક્રમો રાખી ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારે પાલનપુરમાં નગરપાલિકા હોલ પર પણ બ્લડ ડોનેશન કેમ્પ, રસીકરણ કાર્યક્રમ તથા ઉજવલા લાભાર્થીઓને ફ્રી કનેક્શન આપવાની યોજના છે પરંતુ તમામ લાભાર્થીઓ પાસેથી ૩૦૦ રૂ લેવાયા હતા ત્યારે ગરીબ લાભાર્થીઓને તકલીફો નો સામનો કરવો પડ્યો હતો પ્રતીક ગેસ એજન્સી દ્વારા ૩૦૦ રૂ લેવાયા હતા પૂછપરછ કરાતા કોઈ જવાબ ન મળ્યો હતો પાઇપ અને રેગ્યુલેટર આપવામાં આવી હતી ગેસનો બાટલો લેવા ડેરી રોડ પર લાભાર્થીઓને મોકલવામાં આવ્યા હતા ત્યારે સ્પે.વાહનો કરી જવું પડ્યું હતું જેમાં મોટા પાયે લાભાર્થીઓને હેરાનગતિ થઈ હતી ફ્રી કનેક્શન ના નામે મોટા ભાયે લાભાર્થીઓ દંડાયા હતા ઘરે ઘરે કનેક્શન આપવાની જાહેરાત હોવા છતાં પણ રૂબરૂ બોલાવીને હેરાન કરાયા હતા
