Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લા ધાનેરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તેમજ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

0 19

દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ સેવા અને સમર્પણના ભાગરૂપે ઘાનેરા શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધાનેરાના સામાજીક અગ્રણી કિશોરસિંહ રાવ, ધાનેરા ભાજપ શહેર પ્રમુખ ગિરધરભાઈ ભીમાણી,જિલ્લા ઉપપ્રમુખ આશાબેન પટેલ,જોશના બેન ત્રિવેદી, રાજુભાઇ ત્રિવેદી, તેમજ નિષ્ઠાવાન આગેવાનો તેમજ ભાજપ પક્ષના ધાનેરા તાલુકાના મજબૂત કાર્યકર્તા ગણ હાજર રહ્યા હતા

તેસાથે ધાનેરા શહેર તેમજ તાલુકા માં જરૂરિયાતના સમયે રક્તની ઉણપ ન પડે તે ને અનુસંધાને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટિમ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી ડૉ.હિતેશભાઈ ચૌઘરી,જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ ચૌઘરી ,તથા આદરણીય હરજીવનભાઈ, વસંતભાઈ પુરોહિત શહેર ભાજપ પ્રમુખ પુનમાજી સુથાર ,મહામંત્રી તરુણભાઈ તેમજ શહેર યુવા પ્રમુખ નિયંત ગૌસ્વામી, શહેર યુવા મહામંત્રી રોહિત ઠક્કર, ભાજપ ઉપ પ્રમુખ અમૃત સોલંકી, કોષધ્યક્ષ સવાઈ મહેશ્વરી,તથા તમામ આગેવાન શ્રી ઓની પ્રેરક ઉપસ્થિતી મા કાર્યક્રમ યોજાયો હતો..

Leave A Reply

Your email address will not be published.