Publisher Theme
I’m a gamer, always have been.

ડીસામાં બે અલગ અલગ ગામોમાં બે કોરોનાના કેસ નોંધાયા

0 183

રિપોર્ટર :- પોપટલાલ દરજી ધાનેરા

ઝેરડા અને માલગઢ ગામના બે યુવાનો કોરોનાની ઝપેટમાં આવી જતા બંનેને હોમ આઈસોલેટ કરાવવામાં આવ્યા છે . એક જ અઠવાડિયામાં ડીસામાં કોરોનાના ચાર કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે . ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી . આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારે દીધી છે . રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે . ત્યારે ડીસામાં ચાર દિવસમાં વધુ ચાર કોરોનાના કેસ નોંધાયા છે . ડીસા તાલુકાના માલગઢ ગામ ઝેરડા ગામના બે યુવાનોને કોરોના પોઝિટિવ જણાતા બંનેને હોમ આઇસોલેસન કરાયા છે . તેમજ બંનેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના પણ સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું . બનાસકાંઠા જિલ્લામાં અત્યારે માત્ર ડીસા પંથકમાં જ કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે . ત્યારે આરોગ્ય વિભાગે પણ કોરોનાના સંક્રમણને વધુ અટકાવવા માટે કમર કસી છે .

Leave A Reply

Your email address will not be published.