Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા પોલીસે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો ગુનાના આરોપી જીગર ઠાકોરને બાતમી હકીકત આધારે ઝડપી પાડ્યો હતો

0 323

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા પોલીસે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો ગુનાના આરોપી જીગર ઠાકોરને બાતમી હકીકત આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને વિસનગર તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ગુનાના કામે આરોપીઓ પકડવા આપેલી સૂચના અંતર્ગત એસ.એમ.વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ એ.ટી.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશનનાઓની સુચના મુજબ ધાનેરા પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પોલિસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન પોલીસ ઈન્સ. એ.ટી.પટેલ નાઓને માહીતી મળેલ કે વિસનગર પોલીસ સ્ટેશન પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના કામનો આરોપી જીગર જવેરાજી ઠાકોર હાલમાં તેના ઘરે કોટડા રવીયા ધાનેરા મુકામે આવેલ છે. જે માહીતી મળતા ગુપ્ત રાહે તપાસ કરી આરોપી જીગર ઠાકોરને પોતાના ઘરેથી દબોચી લઈ વિસનગર તાલુકા પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.