રિપોર્ટર:-ભગત સિંહ ચૌહાણ.
ગતરોજ નેહરુ યુવા કેન્દ્ર-સુરત (યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય,ભારત સરકાર)દ્વારા તળાદ હાઇસ્કુલ માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી.આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લા અને તાલુકા ની મહિલા અધિકારીઓ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું .. આ વિશિષ્ટ કાર્યક્રમમાં તાલુકાની 200થી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો તથા મહિલા અધિકારીઓએ ઉપસ્થિત આંગણવાડી ની બહેનો, ગામ ની મહિલાઓ અને શાળાની વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહન આપી જીવનમાં પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાની શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં અતિથિ તરીકે મેડિકલ ઓફિસર ડૉ.હિમાંશી બેન દેસાઈ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર.ઠુમ્મર,ફોરેસ્ટ ગાર્ડ હેતલ બેન આહીર,ઓલપાડ પોલીસ ની મહિલા(SHE)ટીમ, આચાર્ય દોલતસિંહ ઠાકોર, પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ ભગવતીભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ પટેલ હાજર હતા. આ કાર્યક્રમ નું સંચાલન ચિલ્કાબેન, બિજલબેન અને જીતેન્દ્રભાઈ પટેલ એ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના નિરીક્ષક તરીકે એન.વાય.સી. દેવીપુજક મનોજ ભાઈ રહ્યા હતા.
