Publisher Theme
I’m a gamer, always have been.

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધી.એમ. આર. ટી. સી. એસ. ઘાંચી હાઇસ્કુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી

0 64

સમગ્ર ભારત દેશની અંદર 74 માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધી.એમ. આર. ટી. સી. એસ. ઘાંચી હાઇસ્કુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ટીંટોઇ તાલુકા પંચાયત સદસ્ય શ્રી અને વિરોધ પક્ષના નેતા ભાવનાબા દેવેન્દ્રસિંહ ચંપાવત ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન કરાયું હતું શાળામાં 2021 અને 2022 માં અભ્યાસ દરમિયાન પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવી ઉત્તીર્ણ થયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ઇનામ વિતરણ કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા આનંદ મેળા નું પણ આયોજન કરાયું હતું આનંદમેળા ની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ખમણ, ઢોકળા, પાણીપુરી, દાબેલી, બટાકા પૌવા, વડાપાઉં જેવી વિવિધ વાનગીઓના સ્ટોલ ઉભા કરાયા હતા ટીંટોઇ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાદરભાઈ દ્વારા રીબીન કાપી આનંદ મેળા ને ખુલ્લુ મુકાયું હતું આનંદ મેળામાં આનંદ માણવા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આનંદ મેળા ની મોજ માણી હતી શાળાના વર્ગખંડો પણ વિવિધ દેશભક્તિના ચિન્હોથી સજાવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમની અંદર ગામના આગેવાનો અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સંસ્થાપકો વાલીઓ અને વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી દ્વારા ગામમાંથી પધારેલ તમામ મહેમાનોનું શબ્દોથી સન્માન કરાયું હતું અને આભાર વ્યક્ત કરાયો હતો શાળાનું પટાંગણ દેશભક્તિ ના ગીતો થી ગુંજી ઉઠ્યું હતું

રિપોર્ટ પ્રકાશ ધોબી ટીંટોઈ

Leave A Reply

Your email address will not be published.