Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લી:ધનસુરા ના શીકા નજીક થી પસાર થતી માઝુમ ડેમની કેનાલ માં પાણી છોડવામાં આવ્યું.

0 13

રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી

ધનસુરા ના શીકા નજીક થી પસાર થતી માઝુમ ડેમની કેનાલ માં શિયાળું પાક માટે પાણી છોડવામાં આવ્યું છે.ધનસુરા તાલુકા માં આ વખતે શિયાળું પાક નું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આ પાણી છોડવામાં આવતાં શિયાળું પાક માં ખેડૂતો ને ફાયદો થઈ રહ્યો છે. માઝુમ ડેમમાંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના ખેડૂતો ને ફાયદો થશે.ડેમમાંથી શિયાળું પાક માટે વિવિધ રાઉન્ડમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જિલ્લાના માઝુમ ડેમમાંથી છોડાયેલા પાણી થી ધનસુરા અને મોડાસા તાલુકાના ૧૭ જેટલા ગામના ખેડૂતોને શિયાળું પાક માં ફાયદો થઈ રહ્યો છે જેનાથી ખેડૂતો ખુશ છે. જિલ્લામાં ઘઉં, ટાકા,ચણા, શાકભાજી, વરિયાળી સહિત ના પાકોનું મોટા પ્રમાણ માં વાવેતર થયું છે.માઝુમ ડેમમાંથી કેટલાક દિવસો થી પાણી છોડવામાં આવેલ છે જેનો ખેડૂતો સિંચાઇ માટે ઉપયોગ કરી રહ્યા છે.જેથી ખેડૂતો ને શિયાળું પાક માં ફાયદો થશે.

Leave A Reply

Your email address will not be published.