રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકામાં ડ્રગ્સના રવાડે મોટા પ્રમાણમાં યુવાઘન ચડી ગયું છે તેમજ હોટલોમાં પણ યુવક-યુવતીઓનું પ્રમાણ વધતાં ધાનેરા તાલુકાના સર્વ સમાજના જાગૃત યુવાનો દ્વારા આ બાબતે પગલાં ભરવા માટે શુક્રવારે ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ધાનેરા તાલુકાના જાગૃત યુવાનો દ્વારા શુક્રવારે ધાનેરા પ્રાંત અધિકારીને અવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ધાનેરાના કેટલાક પાર્લરમાં આવા ડ્રગ્સ વેચાણનું કામ થાય છે અને કેટલાક લોકો પાર્લર પાસે રિક્ષાઓમાં પણ આ ધંધા કરતા હોય છે અને યુવાનોને લાલચ આપીને આડે રવાડે ચડાવી રહ્યા છે. તેમજ ધાનેરાના કેટલાક ગેસ્ટ હાઉસમાં યુવક-યુવતીઓ પહોંચતા હોય છે તે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આવા યુવક-યુવતીઓને બે-ત્રણ કલાક માટે રૂમ ભાડે આપે છે અને એન્ટ્રી પણ કરતા નથી તેમજ બન્નેના ઓળખકાર્ડ પણ લેતા નથી. તો આવા ગેસ્ટ હાઉસવાળાઓ સામે કાર્યવાહી કરવા માટે ખાસ ભલામણ કરવામાં આવી હતી. જેથી ધાનેરા પ્રાંત અધિકારી ચરણસિહ ગોહિલે આ બાબતે તાત્કાલિક તપાસ કરવા માટે ધાનેરા પોલીસ ઇસ્પેક્ટરને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને આવનાર લોકોને પણ આ બાબતે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.