વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ૭૧માં જન્મ દિન નિમિતે…૧૦૭ દીકરીઓને એક કરોડ સાત લાખનું વીમા ક્વચ આપવામાં આવ્યું ..
આજ રોજ વડગામ ના સિસરાણા ખાતે અનુસૂચિત જાતિ મોર્ચા ભારતીય જનતા પાર્ટી વડગામ દ્વારા અનુ.જાતિ મોચૉના પૂવૅ ઉપાધ્યક્ષ વિજયભાઈ ચક્રવતીૅજીના અધ્યક્ષપદે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૧ મા જન્મદિવસ પ્રસંગે અનુસૂચિત સમાજ ની ૧૦૭ દીકરી ઓ ને એક લાખ લેખે એક કરોડ સાત લાખ નું વીમા કવચ તથા ગિફ્ટ આપવા મા આવી તથા સમાજ ના ૭૧ આગેવાનો ને ભાજપા નો ખેશ પહેરાવી સ્વાગત કરવા મા આવ્યું.આ ક્રાયૅક્રમમાં ભારતીય જનતા પાટીૅ વડગામ તાલુકાના ઉપાધ્યક્ષ બાલકૃષ્ણ જીરાલાજી,વડગામ તાલુકા ભાજપા મહામંત્રી લાલાજી ઠાકોર,વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ધુળાભાઈ જોષી,કાંકરેજના પ્રભારી ડી.વી.સોલંકી,વડગામ તાલુકા યુવા મોરચાના ભાગૅવભાઈ ચૌધરી,સિસરાણા ગામના સરપંચ પટેલ સાહેબ,અનુ.જાતિ મોરચાના બ.કાં જીલ્લા મહામંત્રી રાજેશભાઈ પરમાર,અનુ.જાતિ મોરચાના વડગામ તાલુકા પ્રમુખ જશુભાઈ ચૌહાણ,અનુ.જાતિ મોરચાના વડગામ તાલુકા ઉપાધ્યક્ષ રજનીભાઈ શ્રીમાળી,અનુ.જાતિ મોરચા વડગામ તાલુકા મહામંત્રી દિપકભાઈ પંડયા,વડગામ તાલુકા સોશિયલ મિડીયા ઈન્ચાજૅ સુરેશ ચોરાસીયા,અનુ.જાતિ મોરચા વડગામ તાલુકા કોષાધ્યક્ષ પ્રદિપભાઈ સોલંકી,સિસરાણા ગામના અગ્રણી નારણભાઈ સોલંકી,ભાજપા અગ્રણી વિજયભાઈ વાલમીયા,આર.ડી.ભાટીયા વગેરે નામી-અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા.ક્રાયૅક્રમનું સફળ તેમજ સુંદર સંચાલન દિપકભાઈ પંડયા દ્રારા કરવામાં આવ્યું હતું.