Publisher Theme
I’m a gamer, always have been.

ખીંમત નજીક ટ્રેક્ટરના બોઇલર નીચે દબાઈ જતાં ચાલકનું મોત

0 169

ધાનેરા તાલુકાના ખીંમત નજીક ડામર ભરેલા ટ્રેક્ટરના બોઈલર નીચે દબાઈ જતા ચાલકનું મોત થયું હતું. ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ધાનેરા તાલુકાના રવિયા કોટડા જતા માર્ગનું કામ ચાલી રહ્યું છે.

જ્યાં મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવાનાં શૈલેષભાઈ રામુભાઈ ભાભોર તેમનું ટ્રેક્ટર અને બોઇલર લઈ જગાણા ગામે ડામર ભરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતા હતા. ત્યારે ખીમત નજીક પુર ઝડપે પસાર થઈ રહેલું ટ્રેકટર રોડની નીચે ઉતરી ગયું હતું.

જેમાં પાછળનું બોઇલર અલગ થઈ પલટી ગયું હતું. જેની નીચે શૈલેષભાઈ દબાઈ જતા મોત થયું હતું. જ્યારે ટ્રેક્ટર બાજુના મકાનની દીવાલને અથડાઈને પલટી ગયું હતું. આ અંગે રામુભાઇ વરસંગભાઈ ભાભોરે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Leave A Reply

Your email address will not be published.