Publisher Theme
I’m a gamer, always have been.

પાંથાવાડા સ્ટેટ હાઇવેથી પાલનપુર જવાના રોડના દબાણ હટાવવા માંગ

0 75

પાંથાવાડા સ્ટેટ હાઇવેથી પાલનપુર જવાના મેઇન રોડની સાઈડમાં દબાણો લારી-ગલ્લાવાળાઓ દ્વારા કરવામાં આવ્યા છે. જેને લઈને અનેકવાર અહીં નાના-મોટા અકસ્માત સર્જાય છે. જેથી આ દબાણ હટાવવા લોકમાંગ ઉઠી છે.

પાંથાવાડા આજુબાજુના 100 થી વધારો ગામોના લોકો ખરીદી કરવા તેમજ રાજસ્થાનના લોકો પણ અહીંયા માર્કેટયાર્ડમાં માલ વેચવા આવતાં હોય છે. જેથી પાંથાવાડા બજારમાં અવર-જવર લોકોની વધુ રહે છે. પાંથાવાડા સ્ટેટ હાઇવેથી પાલનપુર જવાના મેઇન રોડ ઉપર રોડની સાઈડમાં દબાણો લારી-ગલ્લાવાળાઓ દ્વારા કરવામાં આવ્યા છે. જેને લઈને અનેકવાર અહીં અકસ્માત સર્જાય છે.

તેમજ ટ્રાફિકજામ પણ ઘણીવાર થાય છે. ગામના લોકોએ મૌખિક રજૂઆત કરવા છતાં હજી સુધી તંત્રએ કોઈ નોંધ લીધી નથી. આ બાબતે તંત્ર દ્વારા નોંધ લઇ સ્ટેટ હાઇવે ઉપર આવેલા દબાણો દૂર કરવામાં આવે તેવી વાહન ચાલક તેમજ અવર-જવર કરતા લોકોની માંગ છે

Leave A Reply

Your email address will not be published.