Publisher Theme
I’m a gamer, always have been.

દાહોદ જિલ્લામાં ભાજપના નવા વિજેતા ધારાસભ્ય નો સન્માન સમારોહ યોજાયો

0 39

ગુજરાત પ્રદેશ ભાજપને એજસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દાહોદની પાવનધારા પર નવા ચૂંટાયેલ ધારાસભ્યોને સન્માન કરવા આવતા દાહોદ જિલ્લાના તમામ ધારાસભ્યો અને સંગઠનના કાર્યકરોએ દાહોદ જિલ્લાની પવિત્ર ભૂમિ પર સી આર પાટીલ સાહેબનો ફટાકડા ફોડી ગુલાબના વરસાવી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું

આજે નવા વિજેતા ધારાસભ્યો અને સન્માન સમારોહમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ ને ઢોલ નગારા ડીજેના તાલે કાર્યકરોએ જોરદાર સ્વાગત કર્યું અને સ્વાગત કાર્યક્રમમાં સીઆર પાટીલ સાહેબને આદિવાસી રીતરિવાજ પ્રમાણે ઝુલડી પહેરાવી ભોરીયુ પહેરાવી પાઘડી બાંધી ને તમામ ધારાસભ્યોએ ગુજરાત રાજ્યના ભાજપના અધ્યક્ષનું સ્વાગત કર્યું અને દાહોદ જિલ્લાના તમામ મતવિસ્તાર ના નવા ચૂંટાયેલ ધારાસભ્યોનું સાલ ઓઢાડી ફૂલહાર ફૂલ દસ્તો આપી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે સન્માન કર્યું અને તમામ હોદ્દેદારો પાયાના કાર્યકરોને તમામ વિધાનસભામાં ઉમેદવારોને જીતાડવા બદલ તમામ નાના-મોટા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માન્યો અને એક તરફથી બુથજીતાડવા બદલ બુથ પ્રમુખોને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરતા સી આર પાટીલ સાહેબ આજની સન્માન અભિનંદન સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ની હાજરી જોવા મળી

દાહોદ જિલ્લામાં સૌથી વધારે લીડ સાથે વિજેતા ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ ઝાલોદ વિધાનસભાના વિજેતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા સાહેબ દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કીશોરી સાહેબ લીમખેડા ના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબ અને ગરબાડા નો ગઢ જીતીને ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનાવનાર નવયુવાન ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ તમામ ધારાસભ્ય નું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે સન્માન કર્યું અને તમામ વિધાનસભામાં સૌથી વધારે બુથ જીતાડવામાં એવા પ્રમુખશ્રીઓનું સીઆર પટેલ સાહેબે દાહોદ જિલ્લાની પાવનધરા પર સન્માન કર્યું. આજની સન્માન અભિનંદન સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોની હાજરી જોવા મળી

Leave A Reply

Your email address will not be published.