Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ઢેલાણા અનુપમ પ્રાથમિક શાળામાં યોજાયું

0 34

તા.15/12/2022 થી તા.16/12/2022 સુધી બે દિવસ દરમ્યાન પાલનપુર તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ઢેલાણા અનુપમ પ્રાથમિક શાળામાં યોજાયું.જેમાં તાલુકાના વિવિધ સેન્ટરની દરેક પાંચેય વિભાગોમાં બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી ખૂબ સારી સારી લગભગ 100 જેટલી કૃતિઓ આવી હતી.

જેમાં પાંચમા વિભાગમાં જસપુરિયા પ્રા.શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી જીતેન્દ્રભાઈ જી. પરમારના માર્ગદર્શન હેઠળ રાણા માન હરેશભાઈ અને વિરમોતર બંસી મેરૂજી નામના બે બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી કૃતિનો સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર આવ્યો હતો.જેથી શાળા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં જિલ્લામાં પણ ખૂબ સારું પ્રદર્શન કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

Leave A Reply

Your email address will not be published.