Publisher Theme
I’m a gamer, always have been.

ઓલપાડના સાંધીએર ખાતે નવનિર્મિત ગ્રા.પં.ભવનનું લોકાર્પણ અને નવા વિકાસ કામોનું-ખાતમુહૂરત

0 34

ઓલપાડના સાંઘીએર ગામે રાજ્ય સરકારના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે રૂ.૧૪ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવન,રૂ.૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ભાથીજી મહારાજ મંદિરના કમ્પાંઉન્ડ વોલનું લોકાર્પણ કર્યું હતું.આ લોકાપર્ણ પ્રસંગે ગામના સહકારી અગ્રણી અને કાંઠા સુગરના વાઇસ ચેરમેન બાલુભાઈ કે.પટેલ,ગામના સરપંચ મેહુલ આહિર અને સુ.જિ.પં.હળપતિ ગૃહ આવાસ સમિતિના અધ્યક્ષ અશોક રાઠોડ પણ જોડાયા હતા.જયારે સાંધીએર ગામે રૂ.૫ લાખના ખર્ચે નિર્માણ થનાર સાંસ્કૃતિક ભવન,રૂ.૩ લાખ ખર્ચની ગટરલાઈન,રૂ.૫ લાખના ખેત રસ્તા તથા રૂ.૩ લાખના ખર્ચે મોટી કોલોનીમાં પેવર બ્લોક કાર્ય મળી કુલ રૂ.૩૫ લાખના વિકાસ કામોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કૃષિ,ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,છેલ્લા બે દાયકામાં રાજ્યના નાગરિકોની સુવિધા માટે અવિરત વિકાસના કાર્યો થઈ રહ્યા છે.ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસના કામો થતા થતું જોવા મળી રહ્યા છે અને ભાજપ જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાપર્ણ પણ કરે છે.તેમણે વધુ કહ્યું કે,આ ડબલ એન્જિનની સરકારે સાંધીએર ગામમાં ૧૨૭ જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ હેઠળ ઘરની પાકી દિવાલ અને સ્લેબવાળી છતવાળા મકાન બનાવી ગરીબ પરિવારનું વર્ષોથી પાકા ઘરનું સપનું પૂર્ણ કર્યુ છે.તેમણે કોંગ્રેસના નેતા ઉપર પ્રહાર કરતા કહ્યું કે,પ્રજાના વિકાસ કાર્યોમાં રોડા નાંખનારા ક્યારેય પણ વિકાસને અટકાવી શકવાના નથી.તેમણે ચૂંટણી ટાણે મફતમાં રેવડી વેચતા વિપક્ષ પાર્ટીઓના નેતાઓના જુંથાણા વચનથી સાવધ રહેવા અપીલ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ કોરોના સમયથી આજે પણ અનેક પરિવારોને નિઃશુલ્ક અનાજ મળી રહ્યું છે અને વિશ્વના દેશો પૈકી ભારત પોતાના નાગરિકોને કોરોનાની સ્વદેશી વેકસીનના ત્રણ ડોઝ નિઃશુલ્ક આપવામાં પ્રથમ નંબરે રહ્યો છે.તેમણે કહ્યું કે,ગુજરાતના ખેડુતોને સાડા આઠ હજાર કરોડ રૂપિયાની સબસિડીનો લાભ મળી રહ્યો છે.જયારે ઓલપાડના કુલ ૪.૭૭ લાખ લાભાર્થીઓને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાનો લાભ આપવામાં અગ્રિમ રહેતા સુરત જિલ્લામાં સમતોલ વિકાસનું મોડેલ હોય તો તે ઓલપાડ તાલુકો તેનું ઉત્તમ ઉદાહરણ છે.તેમણે કહ્યું કે, ઓલપાડ તાલુકામાં છેલ્લા દસ વર્ષમાં કુલ ૩૦૭૭ કરોડથી વધુના વિકાસકામો પૂર્ણ થયા છે. ગ્રામજનોની વર્ષોની માંગણીને ધ્યાને લઈ દેલાડથી અમરોલી સુધીના રસ્તાને રૂ. ૯ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.તેમણે રમત ઉત્સુક
યુવાનોની માંગનો સ્વીકાર કરી આવનાર સમયમાં સાંધીએર ગામે ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ સાકાર કરાશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલે તાલુકામાં મંજુર થયેલ કરોડો રૂપિયા વિકાસ કામોની માહિતી ઉજાગર કરી હતી

Leave A Reply

Your email address will not be published.