ધાનેરાના સામરવાડા ખાતે તથા ધાનેરાના સરાલ ત્રણ રસ્તે ગૌરવયાત્રાનું દબદબાભેર સ્વાગત થયુ હતું. જેમાં વસંતભાઈ પુરોહીત, મફતલાલ પુરોહીતએ લોકોનું અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ પંથકના પાણીનો પ્રશ્ન. દૂધનો ભાવ વધારો, નર્મદાના પાણી, ૧૦૮ની સેવા ૧૮૧ અભયમ સેવા આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખ સુધીની સેવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.