ધાનેરા તાલુકાના માલોતરા ગામના સરપંચ શ્રી માસુંગભાઈ તેમજ તલાટી કલ્પેશભાઈ જેમને જણાવ્યું કે અજાણ્યા ઇસમો લંપી વાયરસના ભોગ બનેલા પશુઓનો જ્યાં ત્યાં નિકાલ કરતા માલોતરામાં રોગચાળો ફાટવાનો સંભાવના બતાવી હતી અને શાળા નજીક લંપી વાયરસ ના ભોગ બનેલા પશુઓનો નિકાલ કરતા શાળામાં આવતા છોકરાઓ માં રોગચાળાની ફેલાવવાની સંભાવના જણાવી હતી. સરપંચ અને તલાટી એ વધુમાં જણાવ્યું કે મીડિયાના માધ્યમથી લોકો સુધી લોકો ને જણાવેલ કે અમારો સંર્પક કરો, આપણે નિકાલ લાવશું તેમ છતાં પણ છોગાજી રાજપુત ના ઘર આગળ જાહેર માર્ગ પર ચાર ગાય નાખતા જ્યાં નાના ભૂલકાઓ આ રસ્તા પરથી શાળા એ જતા હોય છે, તેમજ હવે પછી કોઈ નાખતા જણાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી તેવું સરપંચ શ્રી માસુંગભાઈ દ્રારા જાણવા મળેલ