Publisher Theme
I’m a gamer, always have been.

વડગામ માં મામલતદાર કચેરીના રેવન્યુ અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા

0 19

વિવિધ દાખલાઓ,રેશન કાર્ડ અને જમીન ના કાગળો માટે આવતા અરજદારો પરેશાન વડગામ માં આવેલી મામલતદાર કચેરીના રેવન્યુ અધિકારીઓ સોમવારે માસ સીએલ પર ઉતર્યા હતા.જેને લઇ વિવિધ દાખલાઓ,રેશન કાર્ડ અને જમીન ના કાગળો માટે આવતા અરજદારો પરેશાન થયા હતા. તાલુકા મથક વડગામ માં આવેલ મામલતદાર કચેરી ના નાયબ મામલતદાર,રેવન્યુ તલાટી સહિત રેવન્યુ અધિકારીઓ વિવિધ માંગો ને લઈ સોમવારે માસ સિએલ પર ઉતર્યા હતા. જેમાં અધિકારીઓ એ જણાવ્યું કે અમીને જૂની પેન્શન યોજના ચાલુ કરવી, નાયબ મામલતદાર અને રેવન્યુ તલાટી ને બઢતી આપવી જેવાં વિવિધ મુદ્દાઓ ને લઈ રેવન્યુ અધિકારીઓ માસ શીએલ પર ઉતર્યા છીએ. જેને લઇ મામલતદાર કચેરી માં ક્રિમીનલ સર્ટી,જાતિનો દાખલો, રેશન કાર્ડ માં વિવિધ સુધારા અને જમીન ના કાગળો માં નોધ પાડવી અને જમીન ના વિવિધ કામોના કાગળોમાં સુધારા વધારા કરવા માટે આરજદરો પરેશાન થયા હતા. જેને લઇ આવતા અરજદારો એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ કર્મચારીઓ પોતાની માંગો ને લઈ ધરણાં કરી રહ્યા છે.ત્યારે સોમવારે વડગામ મામલતદાર કચેરી ના રેવન્યુ અધિકારીઓ પણ માસ સીએલ પર ઉતર્યા હતા.જેને આવતા અરજદારો ભારે પરેશાન થયા હતા. ત્યારે સરકાર દ્વારા અધિકારીઓ ની માંગ સ્વીકારવામાં આવે તેવું જણાવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.