બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ ગામના વતની અને હાલ વડોદરા ખાતે રહેતા અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મા ફરજ બજાવી રહેલા જગદીશભાઈ એસ પ્રજાપતિ ના પુત્ર હર્ષ પ્રજાપતિ જેમણે ભારત લેવલે લેવાયેલી મેડિકલ પ્રવેશ માટેની NEET ની પરીક્ષા નું પરિણામ આવેલ છે. જેમાં હર્ષ પ્રજાપતિ દ્વારા Neet માં 720 માર્ક માં થી 611 માર્ક મેળવીને ઉજજવળ પરીણામ પ્રાપ્ત કરેલ છે…. હર્ષ સૌ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બન્યા છે કે ઉલ્લેખનિય છે કે જેમણે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ મા 700 માથી 634 માર્કસ અને 99.81 પર્સન્ટાઇલ સાથે A 1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે .સાથે જ ગુજકેટમા પણ 120 માથી 110 માર્કસ મેળવે છે જેમણે 12 સાયન્સમા વડોદરા શહેરમા પ્રથમ રેન્ક પર અને ગુજરાત રાજ્ય લેવલે દ્વિતીય રેન્ક મેળવેલ છે અને ત્યાર બાદ નીટમા પણ 611 જેટલો ઉચ્ચ સ્કોર મેળવતા સમગ્ર હડાદ ગામ અને ચુડા ગોળ પ્રજાપતિ સમાજમા ખુશીની લાગણી વ્યાપી ગઈ હર્ષ પ્રજાપતિ ભવિષ્યમા ઉચ્ચ મેડીકલ પદવી મેળવે અને માતા પિતાનુ સપનુ પુર્ણ કરે એવી શુભેચ્છાઓ…